વાંચવા જેવી વાત

                   મોટો માણસ એ નથી કે જેની પાસે અનેક નોકર- ચાકર , ઘોડા- ગાડી  અને બંગલા હોય ,પણ મોટો માણસ એ છે કે જે કોઈ નો કરજ દાર નથી . તે જેટલું કમાય છે તેનાથી સંતુષ્ટ રહે છે. મોટો માણસ તે છે ,જેનું આરોગ્ય સારું છે. અને પોતાનું કામ પોતે કરી લે છે.
મોટો માણસ તે છે ,જે જરૂરીયાતવાલા ઓ ની સેવા માટે તેયાર    રહે છે અને કોઈ ગરીબો નો હક છીનવી લેતો નથી .મોટો માણસ તે છે જે  કઠીન પરિસ્થિતિ માં હસતો રહે છે અને તેને કોઈ ઉદાસી ઉદાસ કરી  શકાતી નથી ..મોટો માણસ એ છે જેને ઓશિકા પર માથું મુકતા જ ઉઘ
આવી જાય છે અને સવારે ઉઠવા માટે કોઈ એલારામ ની જરૂર પડતી નથી.

નવી પેઢી
સમય ઝડપથી બદલાઈ રહ્યો છે અને આ બદલાતા સમય માં જો તમે નવી પેઢી ને સંસ્કારિત નહીં કરો તો કાલે આ પેઢી મેદાન માં આવી જશે અને તમે ઘડપણ નાં ઉંમરે ઉભા હશો ત્યારે તમારો યુવાન  પુત્ર વૃદ્ધાશ્રમ
નું આલબમ લાવી તમને દેખાડશે  અને કહેશે કે, પિતાજી !
આ આલ્બમ  જુવો , આમાં દેશના શ્રેષ્ઠ  વૃદ્ધાશ્રમ દર્શાવેલા છે , જેની પોત પોતાની વિશેષતાઓ છે, તમે તેમાંથી કોઈ એક ને તમારા માટે પસંદ કરી લો જેથી હું તમને ત્યાં મોકલી મારો પુત્ર ધર્મ નિભાવીશકું.