20110724

નામ યાદ ન રેહવાની રામાયણ.


નામ યાદ ન રેહવાની રામાયણ
એક વ્રુધ્ધ દંપતી તેમની જેવડાજ મીત્ર દંપતીને મળવાગયા.બન્ને સ્ત્રીઓ રસોડામા ગયી અને મીત્રો વાતે વળગ્યા.
એક કહે ” અમે ગઈકાલે એક હોટલમા ગયા હતા, સરસ રસોઈ હતી, તમે પણ જજો” બીજો કહે “હોટલનુ
નામ શું ?”
પહેલોતો વીચારમા પડી ગયો.માથું ખંજોળે પણ કેમેય યાદ ન આવે.છેવટે તેણૅ કહ્યું “તમે જેને પ્રેમ કરતા હો તેને આપો તે ફુલનું નામ શું.–પેલું વધુ ભાગે ગુલાબી હોય, કાંટા હોય તે કયું ફુલ ?” ” મને લાગે છે તમે ગુલાબની વાત કરો છો. ” “હા હા બરાબર તેજ ” તેણે રસોડા તરફ જોઈને જોરથી કહ્યું ‘ ગુલાબ સાંભળે છે ગઈ કાલે આપણૅ ગયા તે હોટલનું નામ શું ?”

No comments:

Post a Comment